Tuesday, 8 October 2013

Shri Ramshalaka - Shri Ram Prashnavali Chakra

હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતાં ગ્રંથ રામાયણમાં (તુલસીદાસ રચિત) રામશલાકા પ્રશ્નાવલિનો સમાવેશ થયો છે. આપણને મુંઝવતાં પ્રશ્નોનાં જવાબ આપતી આ રામશલાકા પાછળ કહેવાય છે કે સ્વયં તુલસીદાસે આ પ્રશ્નાવલિની રચના પોતાના મિત્ર ગંગારામ જ્યોતિષ માટે કરી હતી.

રામશલાકાની રચના કેવી રીતે થઈ?

શિકાર પર ગયેલાં રાજકુમારો અને તેમનાં સાથીમાંથી કોઇ એકને વાઘે મારી નાખ્યો છે એવાં સમાચાર મળતાં રાજાએ ગંગારામ જ્યોતિષને આ અંગે જ્યોતિષિય આગાહી કરવાનું કહ્યું, ગંગારામ જ્યોતિષ મૂંઝાયા કારણ કે, ‘જો સાચો જવાબ આપીશ તો ભારે પુરસ્કાર મળશે નહીંતર પ્રાણદંડ મળશે’. રાજા તરફથી મળેલા આ ફરમાનને કારણ ઉદાસ થયેલા ગંગારામ જ્યોતિષની મદદ કરવાં તુલસીદાસે આ પ્રશ્નાવલિની રચના કરી હતી.

જીવનમાં ઘણીવાર એવો તબક્કો આવે છે જ્યારે ગૂંચવણ કે મૂંઝવણ અનુભવીએ છીએ, એવામાં કોઇપણ સમસ્યાનો ઉકેલ મેળવવાં ગોસ્વામી તુલસીદાસે રામાયણમાં રામશલાકા પ્રશ્નાવલિ નામની સાંકળ આપી છે જેનાથી આપણને મૂંઝવતાં દરેક પ્રશ્નોનાં જવાબ મળે છે.

આ રામશલાકા પ્રશ્નાવલિનાં માધ્યમથી તમને મૂંઝવતાં કોઇપણ પ્રશ્ન હોય જેવાં કે, લગ્નની સમસ્યા સતાવતી હોય કે પછી પ્રમોશન મેળવવાની કે પછી તમારા છોકરાનાં કેરિયરને લઇ ચિંતિત હોવ

– આવી કોઇપણ સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ આ પ્રશ્નાવલિ દ્વારા સરળતાથી મેળવી શકો છો.

આ આર્ટિકલની સાથે અમે રામશલાકા પ્રશ્નાવલી ચક્ર પ્રકાશિત કરી રહ્યા છીએ. જેની ચોપાઇમાં તમારા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે.

- અહીં આપેલ પ્રશ્નાવલિની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો.

ઉપયોગ વિધિઃ-

- જેને પણ પોતાના પ્રશ્નનો જવાબ જોઇએ તેણે સૌ પ્રથમ સ્નાનાદિથી પવિત્ર થવું. પાંચ વાર ऊँ रां रामाय नम: મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ऊँ हनुमते नम: મંત્રનો જાપ કરવો. ત્યારબાદ આંખો બંધ કરી રામજીનું સ્મરણ કરતાં શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રશ્નાવલિ ચક્ર પર કર્સર ફેરવતા રોકી દો.

- જે ખાનાં પર કર્સર રોકાઇ જાય તે કોષ્ટકમાં લખેલા અક્ષરને જોઇને તેને પેનથી એક કોરા કાગળમાં નોંધી લો.

- કર્સર જ્યાં રોકાયેલું છે તે અક્ષરથી નવમો અક્ષર જે આવે તે નોંધી લો. આમ નોંધેલાં દરેક અક્ષરથી નવમો અક્ષર (નોંધેલાં અક્ષરથી નવ- નવ અક્ષર ખસેડીને તે દરેક નવમો અક્ષરને નોંધતા જાવ), આ રીતે દરેક નવમો અક્ષર ત્યાં સુધી નોંધતા જાવ, જ્યાં સુધી તમે સૌ પ્રથમ પસંદ કરેલ અક્ષર પર પાછા ના આવી જાઓ.

- સૌ પ્રથમ પસંદ કરેલ આ અક્ષર સુધી પહોંચતાં જ તમે કાગળમાં જોઇ શકશો કે એક ચોપાઇ બનશે. આ ચોપાઇમાં જ તમારા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે(ચોપાઇની નીચે આપેલ ફળમાં તમારા સવાલનો જવાબ છુપાયેલો છે)

નિયમો –

કોઇ ખાનામાં માત્ર 'આ' ની માત્રા (ા) અને કોઇ ખાનામાં બે-બે અક્ષર હશે.

– એવી વખતે જ્યાં પણ માત્રાનું ખાનું આવે ત્યારે પૂર્વલિખિત શબ્દ પાછળ માત્રા(ા) ઉમેરો અને જ્યાં બન્ને અક્ષરવાળું ખાનું આવે ત્યારે બન્ને અક્ષર એકસાથે લખો.

નોંધઃ-

તમે નોંધેલાં શબ્દો પ્રમાણે જ ચોપાઇનાં શબ્દો આવે તે જરૂરી નથી. શબ્દો આડાઅવળાં આવી શકે છે. અહીં આપેલ નવ ચોપાઇમાંથી તમારી ચોપાઇનાં શબ્દોને સરખાવી ચોપાઇ શોધવી.

 આ પ્રશ્નવલિનું કોષ્ટક સૌથી નીચે છે. કોષ્ટક જોવા સૌથી આર્ટિકલની નીચે જાઓ
 

દા.ત

આ પ્રશ્નાવલિનાં @ આ ચિન્હયુક્ત 'મ' વાળા ખાનામાં કર્સર છે અને તેનાથી નવમો અક્ષર ખસેડતાં, દરેક અક્ષરથી નવમાં ક્રમ અનુસાર નોંધતા ગયા તો તેનાં ઉત્તર સ્વરૂપ આ ચોપાઇ બની જશે. ( ઉપયુક્ત ઉદાહરણ છે પણ તમે તમારી રીતે અક્ષર પસંદ કરી તમારું કર્સર જ્યાં રોકાય ત્યાંથી નવ-નવ અક્ષરની ગણતરી કરીને ચાલવું)

(1)

હો ઇ હિ સો ઇ જો રા મ* ર ચિ રા ખા ।

કો ક રિ ત ર્ક બ ઢ઼ા વૈ સા ખા ॥

આ ચોપાઇ બાલકાંડ અંતર્ગત શિવજી અને પાર્વતીજીનાં સંવાદ વિશે છે.

ફળ – કાર્ય થવામાં સંદેહ છે, માટે તેને ભગવાન પર છોડી દેવો શ્રેષ્ઠ રહેશે.

(પ્રશ્નકર્તાએ ઉત્તર સ્વરૂપે ચોપાઇમાંથી આવો આશય છે તેમ માનવું)

(2)

સુનુ સિય સત્ય અસીસ હમારી ।

પૂજિહિ મન કામના તુમ્હારી ॥

સ્થાન - આ ચોપાઇમાં બાલકાંડમાં શ્રી સીતાજીનાં ગૌરી પૂજનનાં પ્રસંગમાં છે. ગૌરીજીએ શ્રી સીતાજીને આશીર્વાદ આપ્યા છે.

ફળ – પ્રશ્ન કર્તાનો પ્રશ્ન ઉત્તમ છે, કાર્ય સિદ્ધ થશે.

(3)

પ્રબિસિ નગર કીજે સબ કાજા ।

હ્રદયઁ રાખિ કોસલપુર રાજા ॥

સ્થાન -આ ચોપાઇ સુંદરકાંડમાં હનુમાનજીનાં લંકામાં પ્રવેશ કરવાનાં સમયની છે.

ફળ – ભગવાનનું સ્મરણ કરીને કાર્યારંભ કરો, સફળતા મળશે.

(4)

ઉઘરહિં અંત ન હોઇ નિબાહુ ।

કાલનેમિ જિમિ રાવન રાહૂ ॥

સ્થાન-આ ચોપાઇ બાલકાંડનાં આરંભમાં સત્સંગ– વર્ણનનાં પ્રસંગમાં છે.

ફળ-આ કાર્યમાં ભલાઇ નથી. કાર્યની સફળતામાં શંકા છે.

(5)

બિધિ બસ સુજન કુસંગત પરહીં ।

ફનિ મનિ સમ નિજ ગુન અનુસરહીં ॥
સ્થાન - આ ચોપાઇમાં પણ બાલકાંડનાં આરંભમાં જ સત્સંગનાં વર્ણનનાં પ્રસંગની છે.

ફળ - ખોટા મનુષ્યોની સોબત છોડી દો,કાર્ય પૂર્ણ થવામાં સંદેહ છે.

(6)

મુદ મંગલમય સંત સમાજૂ ।

જો જગ જંગમ તીરથરાજૂ ॥

સ્થાન - આ ચૌપાઇ બાલકાંડમાં સંત-સમાજરૂપી તીર્થનાં વર્ણનમાં છે.
ફળ – પ્રશ્ન ઉત્તમ છે.કાર્ય સિદ્ધ થશે.

(7)

ગરલ સુધા રિપુ કરહિં મિતાઇ ।

ગોપદ સિંધુ અનલ સિતલાઇ ॥
સ્થાન – આ ચોપાઇમાં શ્રી હનુમાનજીનાં લંકામાં પ્રવેશ સમયની છે.

ફળ – પ્રશ્ન ઘણો શ્રેષ્ઠ છે. કાર્ય સફળ થશે.

(8)

બરૂન કુબેર સુરેસ સમીરા ।

રન સન્મુખ ધરિ કાહુઁ ન ધીરા ॥

સ્થાન – આ ચોપાઇ લંકાકાંડમાં રાવણનાં મૃત્યુ પછી મંદોદરીનાં વિલાપનાં પ્રસંગમાં છે.

ફળ – કાર્ય પુર્ણ થવામાં સંદેહ છે.

(9)

સુફલ મનોરથ હોહુઁ તુમ્હા રે ।

રામુ લખનુ સુનિ ભએ સુખારે ॥

સ્થાન – આ ચોપાઇ બાલકાંડમાં પુષ્પ વાટિકામાંથી પુષ્પ લાવ્યા પછી વિશ્વામિત્રજીનાં આશીર્વાદ છે.

ફળ – પ્રશ્ન ઉત્તમ છે. કાર્ય સિદ્ઘ થશે.

આ નવ ચોપાઇમાં સર્વ પ્રશ્નોનાં જવાબ છુપાયેલા છે. 


1 comment: