Monday 7 October 2013

Shri Ganesh Prashnavali

http://i3.dainikbhaskar.com/thumbnail/680x588/web2images/religion.divyabhaskar.co.in/2012/09/20/l2.jpg 

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે અર્થાત દરેક માંગલિક કાર્યોમાં સૌથી પહેલા શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. કોઇપણ શુભ કાર્ય શ્રી ગણેશની પૂજા વગર અધુરૂં માનવામાં આવે છે.ભગવાન ગણેશને લાઇફ મેનેજમેન્ટ ગુરૂ પણ કહેવામાં આવે છે કારણ કે શ્રી ગણેશનાં સ્વરૂપમાં એવા અનેક સુત્રો છુપાયેલા છે જે વર્તમાન જીવન માટે અત્યંત જરૂરી છે.શ્રી ગણેશ ચોથનાં આ અવસર પર અહીં અમે તમારા માટે લાવ્યા છે ગણેશ પ્રશ્નાવલિ યંત્ર. જેના માધ્યમથી તમે તમારા જીવનની દરેક મુશ્કેલીઓનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. આ બહુ ચમત્કારી યંત્ર છે.ઉપયોગ વિધિ

જે વ્યક્તિ પોતાની મુંઝવણનો ઉકેલ કે સવાલનો જવાબ મેળવવા માંગતા હોવ તે પહેલા પાંચ વાર ऊँ नम: शिवाय: મંત્રનો જાપ કરે અને ત્યારબાદ 11 વાર ऊँ गं गणपतयै नम: મંત્રનો જાપ કરો. તેના પછી આંખો બંધ કરીને પોતાનો સવાલ પુછો અને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતાં પ્રશ્નાવલિ ચક્ર પર કરસર ફેરવતા અટકાવી દો. જે કોષ્ટક પર કરસર રોકાય તે કોષ્ટકમાં લખેલા અંકના ફળાદેશને જ પોતાના સવાલનો જવાબ સમજવો. 


કોષ્ટકો ના અંક અનુસાર ફળાદેશ

1– તમારૂં કાર્ય જલ્દી પુરૂં થશે.

2– તમારા કાર્યમાં સમય લાગશે. મંગળવારે વ્રત કરવું.

3– દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો કાર્ય જલ્દી પુરૂં થશે.

4– કાર્ય પુરૂં નહી થાય,

5– કાર્ય જલ્દી થશે, પરંતુ અન્ય વ્યક્તિની સહાય લેવી પડશે.

6– કોઇ વ્યક્તિ તમારા કાર્યોમાં અડચણો નાખશે, બજરંગ બાણનો પાઠ કરો.

7– તમારા કાર્યમાં કોઇ સ્ત્રીની સહાયતા અપેક્ષિત છે.

8 – તમારૂં કાર્ય નહી થાય, કોઇ અન્ય કાર્ય કરો.

9– કાર્ય સિદ્ધિ માટે યાત્રા કરવી

10 મંગળવારનું વ્રત રાખો અને હનુમાનજીને ચોળા ચઢાવશો તો મનોકામના પુર્ણ થશે.


11- જો તમને વેપારમાં નુકસાન થઇ રહ્યું હોય તો કોઇ બીજો વેપાર કરો.પીપળા પર જળ ચઢાવો.સફળતા મળશે.

12 – રાજ્ય તરફથી લાભ મળશે.પુર્વ દિશા તમારા માટે શુભ છે.આ દિશામાં યાત્રા થવાનો યોગ બની રહ્યો છે.માન-સન્માન મળશે.

13 – થોડા જ દિવસોમાં તમારો શ્રેષ્ઠ સમય આવવાનો છે.કપડાંનો ધંધો શ્રેષ્ઠ રહેશે.દરેક વસ્તુ અનુકૂળ રહેશે.

14 – તમારા મનમાં જે પણ ઇચ્છા હશે તે પુરી થશે. રાજ્ય તરફથી લાભ પ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે.મિત્ર કે ભાઇઓથી મેળાપ થશે.

15 – તમે સપનામાં પોતાને તમારા વતને જતાં જોશો તો શુભ સમાચાર મળશે.પુત્રથી લાભ મળશે.ધનપ્રાપ્તિનાં યોગ પણ બની રહ્યા છે.

16 – તમે દેવી માની પૂજા કરો. માતાજી સપનામાં આવીને તમને માર્ગદર્શન આપશે.સફળતા મળશે.

17 – તમારો સારો સમય આવી ગયો છે.ચિંતા દુર થશે.ધન અને સુખ મળશે.

18 – યાત્રા પર જઇ શકો છો.યાત્રા મંગળ, સુખદ અને લાભકારી રહેશે.કુળદેવીનું પૂજન કરો.

19 – તમારી સમસ્યા દુર થવામાં હજી લગભગ 18 મહિનાનો સમય શેષ છે.જે કાર્ય કરો તે માતા-પિતાને પુછીને કરો.કુળ દેવતા અને બ્રાહ્મણની સેવા કરો.

20 – શનિવારે શનિદેવનું પૂજન કરો.ખોવાયેલી વસ્તુ મળી જશે.ધન સંબંધી સમસ્યા પણ દુર થઇ જશે.

31 – તમને વેપારમાં લાભ થશે.ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને બધું ઠીક રહેશે.નાના બાળકોને મીઠાઇ વહેંચો.

32 – તમે વ્યર્થની ચિંતા કરી રહ્યા છો.બધું ઠીક થઇ રહ્યું છે.તમારી ચિંતા દુર થશે.ગાયને લીલું ઘાસ ખવડાવો.

33 – માતા-પિતાની સેવા કરો,બ્રાહ્મણને ભોજન કરાવો અને ભગવાન શ્રી રામની પૂજા કરો.તમારી દરેક મનોકામના પુરી થશે.

34 – મનોકામના પુરી થશે.ધન-ધાન્ય અને પરિવારમાં વૃદ્ધિ થશે.કુતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો.

35 – પરિસ્થિતિઓ અનુકૂળ નથી.જે પણ કરો તે સમજી- વિચારીને કરો અને વડીલોની સલાહ લઇને કરો.તમે ભગવાન દત્તાત્રેયનું પૂજન કરો.

36 – તમે રોજ ભગવાન શ્રી ગણેશને દુર્વા ચઢાવો અને પૂજન કરો.દરેક મુશ્કેલીઓ દુર થશે.ધીરજ બનાવીને રાખો.

37 – તમે જે કાર્ય કરી રહ્યા છો તેને આગળ ચાલુ રાખો.આગળ જઇને તમને તેનાથી લાભ મળશે.ભગવાન વિષ્ણુનું પૂજન કરો.

38 – સતત થઇ રહી ધનહાનિથી ગભરાઇ જશો નહીં.થોડા દિવસોમાં તમારા માટે અનુકૂળ સમય આવવાનો છે.મંગળવારે હનુમાનજીને સિંદુર અર્પણ કરો.

39 – તમે ભગવાન સત્યનારાયણની કથા કરાવશો તો દરેક કષ્ટોનું નિવારણ થશે.તમને સફળતા પણ મળશે.

40 – તમારા માટે હનુમાનજીનું પૂજન શ્રેષ્ઠ રહેશે.ખેતી અને વેપારમાં લાભ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.


41 – તમને ધનની પ્રાપ્તિ થશે.કુંટુંબમાં વૃદ્ધિ થશે અને ચિંતાઓ દુર થશે.કુળદેવીનું પૂજન કરો.

42 – તમને જલ્દી સફળતા મળવાની છે.માતા-પિતા અને મિત્રોનો સહયોગ મળશે.ખર્ચો ઓછો કરો અને ગરીબોને દાન કરો.

43 – અટકેલા કાર્યો પુરા થશે.ધન સંબંધી સમસ્યાઓ દુર થશે.મિત્રોનો સહયોગ મળશે.વિચારી-સમજીને નિર્ણય લો.શ્રી કૃષ્ણને માખણ-મિશ્રીનો ભોગ લગાડો.

44- ધાર્મિક કાર્યોમાં મન લગાડો તથા દરરોજ પૂજા કરો.તેનાથી લાભ થશે અને બગડતા કામ બનવા લાગશે.

45 – ધીરજ બનાવીને રાખો.બેકારની ચિંતામાં સમય ના બગાડો.તમને મનોવાંછિત ફળ મળશે. ઇશ્વરનું ચિંતન કરો.

46- ધાર્મિક યાત્રા પર જવાનું થઇ શકે. તેનાથી લાભ થવાની સંભાવના છે.રોજ ગાયત્રી મંત્રનો જાપ કરો.

47 – દરરોજ સૂર્યને અઘ્ર્ય આપો અને પૂજન કરો.તમને શત્રુનો ભય સતાવશે. તમારી મનોકામના પુરી થશે.

48 – તમે જે કાર્ય કરી રહ્યા છો તે કરતાં રહો. જુના મિત્રોથી મુલાકાત થશે જે તમારા માટે ફાયદાકારક રહેશે.પીપળાને જળ ચઢાવો.

49 – જો તમારી સમસ્યા આર્થિક હોય તો તમે રોજ શ્રી સુક્તનો પાઠ કરો અને લક્ષ્મીજીની પૂજા કરો.તમારી સમસ્યા દુર થશે.

50- તમને તમારા હકનું ચોક્કસ મળશે.તમે ગભરાશો નહી બસ મન લગાડીને પોતાનું કામ કરો અને દરરોજ પૂજા જરૂરથી કરો.

51 – તમે જે વેપાર કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે.પૈસા માટે કોઇ ખોટુ કાર્ય ના કરો. દરરોજ જરૂરિયાતમંદ લોકોને દાન-પુણ્ય કરો.

52 – એક મહિનાની અંદર તમારી દરેક મુશ્કેલીઓ ઓછી થશે અને તમને સફળતા મળવા લાગશે. તમે કન્યાઓને ભોજન કરાવો.

53 – જો તમે વિદેશ જવા વિશે વિચારતા હોવ તો ચોક્કસ જાઓ. તેમાં તમને સફળતા મળશે. તમે શ્રી ગણેશની આરાધના કરો.

54 – તમે જે પણ કાર્ય કરો તે કોઇને પુછીને કરો નહીતર નુકસાન વેઠવું પડશે. વિપરીત સંજોગોમાં ગભરાશો નહીં. સફળતા ચોક્કસ મળશે.

55 – તમે મંદિરમાં રોજ દીવો પ્રગટાવો, તેનાથી તમને લાભ મળશે અને મનોકામના પુરી થશે.

56 – પરિવારજનોની બીમારીના કારણે ચિંતિત છો તો રોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. થોડા જ દિવસોમાં તમારી સમસ્યા દુર થઇ જશે.

57 – તમારા માટે સમય અનુકૂળ નથી. તમારા કાર્ય તમે પર ધ્યાન આપો.પ્રમોશન માટે ગાયને રોજ રોટલી ખવડાવો.

58 – તમારા ભાગ્યમાં ધન-સંપત્તિ વગેરે દરેક સુવિધાઓ છે.થોડી ધીરજ રાખો અને ભગવાનમાં આસ્થા રાખીને લક્ષ્મીજીને નાળિયેર ચઢાવો.

59 – તમે જે પણ વિચારી રહ્યા છો તે દરેક કામ ચોક્કસથી પુરા થશો પરંતુ તેમાં કોઇના સહયોગની પણ જરૂર પડશે.તમે શનિદેવની ઉપાસના કરો.

60 – તમે તમારા પરિવારજનો સાથે મનભેદ નહી રાખો તો તમને સફળતા મળશે.રોજ હનુમાનજીનાં મંદિરમાં ચૌમુખી દીવો લગાડો.

61 – જો તમે કરિયરને લઇને ચિંતિત હોવ તો શ્રી ગણેશની પૂજા કરવાથી તમને લાભ મળશે.

62 – તમે રોજ શિવજીનાં મંદિરમાં જઇને એક લોટો જળ ચઢાવો અને દીવો લગાડો.

63 – તમે જે કાર્ય વિશે જાણવા માંગો છો તે શુભ નથી તેના વિશે વિચારવાનું બંધ કરી દો.નવગ્રહની પૂજા કરવાથી તમને સફળતા મળશે.

64 – દરરોજ તમે લોટની ગોળી બનાવીને માછલીઓને ખવડાવો.તમારી દરેક સમસ્યાનું નિદાન જાતે જ થશે.






No comments:

Post a Comment